"ભગવદ્દ ગીતામાં બે ચેતનાનું વર્ણન છે. જેમ કે હું મારા આખા શરીરમાં સચેત છું. જો તમે મારા શરીરના કોઈપણ ભાગને ચૂંટી ભરો છો, તો હું અનુભવું છે. તે મારી ચેતના છે. તો તે ફેલાયેલી છે..., મારી ચેતના મારા શરીરમાં ફેલાયેલી છે. ભગવદ ગીતામાં આ સમજાવેલું છે, અવિનાશી તદ્ વિદ્ધિ યેન સર્વમ ઈદમ તતમ (ભ.ગી. ૨.૧૭): "તે ચેતના જે આ આખા શરીરમાં ફેલાયેલી છે, તે શાશ્વત છે." અને અન્તવંત ઈમે દેહ નિત્યસ્યોક્તા: શરીરીણા: (ભ.ગી. ૨.૧૮): "પરંતુ આ શરીર અંતવત છે," મતલબ નાશવંત. "આ શરીર નાશવંત છે, પરંતુ તે ચેતના અવિનાશી છે, શાશ્વત છે." અને તે ચેતના અથવા આત્મા એક શરીરથી બીજા શરીરમાં સ્થાનાંતરિત થઈ રહી છે. જેમ આપણે વસ્ત્ર બદલીએ છીએ."
|