GU/680817 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"પોતાને આ સિદ્ધાંતની શિક્ષા આપવા માટે કે બધી જ વસ્તુ ભગવાનની છે, આ શરૂઆત છે, કે આપણે આપણી પાસે જે કઈ પણ હોય તે ભગવાનને અર્પણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કૃષ્ણ તમારી પાસેથી થોડું પાણી, થોડું ફૂલ, થોડું પાંદડું, અથવા ફળ સ્વીકારવા તૈયાર છે. વ્યાવહારિક રીતે કોઈ મૂલ્ય નથી, પણ જ્યારે તમે કૃષ્ણને આપવાની શરૂઆત કરો છો, પછી ધીમે ધીમે સમય આવશે કે જ્યારે તમે ગોપીઓની જેમ બધુ જ કૃષ્ણને આપવા માટે તૈયાર થઈ જશો. આ વિધિ છે. સર્વાત્મના. સર્વાત્મના. સર્વાત્મના મતલબ બધુ જ. તે આપણું સ્વાભાવિક જીવન છે. જ્યારે આપણે ચેતનમાં હોઈએ છીએ કે 'મારૂ કશું જ નથી. બધુ જ ભગવાનનું છે, અને બધુ જ ભગવાનના આનંદ માટે છે, મારા આનંદ માટે નથી', તેને કૃષ્ણ ભાવનામૃત કહેવાય છે."
680817 - ભાષણ - શ્રી.ભા. ૭.૯.૧૧ - મોંટરીયલ