"તમારામાંના દરેકે આગામી આધ્યાત્મિક ગુરુ બનવું જોઈએ. અને તે ફરજ શું છે? તમે મારી પાસેથી જે કંઈ સાંભળી રહ્યા છો, જે તમે જે કંઈ પણ મારી પાસેથી શીખી રહ્યાં છો, તમારે કોઈ વધારા અથવા ફેરબદલ કર્યા વિના, પૂર્ણતામાં તેનું વિતરણ કરવું પડે. પછી તમે બધા જ આધ્યાત્મિક ગુરુ બનો છો. તે આધ્યાત્મિક ગુરુ બનવાનું વિજ્ઞાન છે. આધ્યાત્મિક ગુરુ બનવું એ બહુ અદભુત વસ્તુ નથી. ફક્ત વ્યક્તિએ નિષ્ઠાવાન આત્મા બનવું છે. બસ. એવમ પરંપરા-પ્રાપ્તમ ઈમમ રાજર્ષયો વિદુઃ (ભ.ગી. ૪.૨). ભગવદ્દ ગીતામાં તે કહેવામાં આવ્યું છે કે "ગુરુ-શિષ્ય પરંપરા દ્વારા ભગવદ્ ગીતાની આ યોગ પ્રક્રિયા એક શિષ્યથી બીજા શિષ્યને સોંપવામાં આવી હતી."
|