"આપણે કૃષ્ણ માટે ત્યાગ કરતા શીખવું જોઈએ. તે પ્રેમનું લક્ષણ છે. યત કરોષિ યદ અશ્નાસી યજ જુહોશી (ભ.ગી. ૯.૨૭). જો તમે.... તમે ખાઓ છો, જો તમે માત્ર એમ નિર્ણય લેશો કે 'હું જે કૃષ્ણને અર્પિત નથી, તે ગ્રહણ નહીં કરું', પછી કૃષ્ણ સમજી જશે, 'ઓહ, અહીં એક ભક્ત છે'. 'હું કૃષ્ણના સૌંદર્યના સિવાય બીજું કઈ પણ દર્શન નહીં કરું', કૃષ્ણ સમજી શકશે. 'હું હરે કૃષ્ણ અને કૃષ્ણના સંબંધિત વિષયો સિવાય બીજું કઈ પણ નહીં સાંભળું'. આ વસ્તુઓ છે. જરૂર નથી કે તમે ખૂબ ધનવાન બની જાઓ, ખૂબ સુંદર અથવા બહુ જ શિક્ષિત બની જાઓ. તમારે નિર્ણય લેવો પડે કે 'હું કૃષ્ણ સિવાય આ વસ્તુ નહીં કરું. હું કૃષ્ણ સિવાય નહીં કરું. હું જે વ્યક્તિ કૃષ્ણ ભાવનાભાવિત નથી તેમના સાથે નહીં ભળું. હું એવી વસ્તુ પર વાત નહીં કરું જે કૃષ્ણ સંબંધિત નથી'. તો તમારું... 'હું કૃષ્ણના મંદિર સિવાય ક્યાંય પણ નહીં જાઉં. હું મારા હાથને કૃષ્ણના કાર્યો સિવાય બીજા કાર્યોમાં ઉપયોગ નહીં કરું'. આ રીતે,જો તમે તમારા કાર્યોને પ્રશિક્ષિત કરશો, તો તમે કૃષ્ણને પ્રેમ કરો છો અને તમે કૃષ્ણને ખરીદી લો છો - માત્ર તમારા નિશ્ચયથી. કૃષ્ણને તમારી પાસેથી કઈ પણ નથી જોઈતું. તેઓ માત્ર એટલું જ જાણવા માગે છે કે તમે કૃષ્ણને પ્રેમ કરવાનો નિર્ણય લીધો છે કે નહીં. બસ એટલું જ."
|