"જે પણ વ્યક્તિ ભગવાન ચૈતન્યે જે કહ્યું હતું, કૃષ્ણે જે કહ્યું હતું, બિલકુલ તે જ બોલે છે, તો તે ગુરુ છે. જેમ કે એક શિક્ષક જે કહે છે કે 'મે એમ.એ. પાસ કર્યું છે'. હવે શું સાબિતી છે? તેનો મતલબ જો તે બિલકુલ તેવા વ્યક્તિઓ જેવુ બોલે જેમણે એમ.એ. પરીક્ષા પાસ કરી છે તો તે એમ.એ. છે. એક ડોક્ટર જે તબીબી કોલેજમાં બીજા ડોક્ટરો પાસેથી મંજૂર થયેલો છે, તે ડોક્ટર છે. તેવી જ રીતે, જો તમારે કસોટી કરવી હોય કે કોણ આધ્યાત્મિક ગુરુ છે, તો તમારે પ્રમાણભૂત ગુરુ પાસેથી જોવું પડે, કૃષ્ણ અને ભગવાન ચૈતન્ય અને બીજા તેમના જેવા. પ્રભુ ઈશુ ખ્રિસ્ત પણ,... ભગવાન બુદ્ધ, તેઓ પણ ગુરુઓ છે, પણ તેઓ અલગ સંજોગોમાં બોલ્યા હતા. તે બીજી વસ્તુ છે. પણ જો તમારે જાણવું હોય કે કોણ ગુરુ છે, તો તમારે કસોટી કરવી જોઈએ કે શું તે બિલકુલ પ્રમાણિક ગુરુની જેમ બોલી રહ્યા છે કે નહીં."
|