"પીડાઓ હમેશા હોય છે. દરેક વ્યક્તિ પીડાઓમાથી મુક્ત થવાનો પ્રયત્ન કરી રહ્યો છે, તે એક હકીકત છે. આખો અસ્તિત્વનો સંઘર્ષ પીડાઓમાથી બહાર આવવા માટે છે. પણ અલગ અલગ પ્રકારના નિર્દેશનો હોય છે. કોઈ વ્યક્તિ કહે છે કે તમે આ રીતે પીડાઓમાથી મુક્ત થશો, કોઈ વ્યક્તિ કહે છે કે તમે તે રીતે પીડાઓમાથી મુક્ત થશો. તો આધુનિક વૈજ્ઞાનિકો દ્વારા નિર્દેશનો આપવામાં આવે છે, તત્વજ્ઞાનીઓ દ્વારા, નાસ્તિકો અથવા આસ્તિકો દ્વારા, સકામ કર્મીઓ દ્વારા, ઘણા બધા છે. પણ કૃષ્ણ ભાવનામૃત આંદોલન પ્રમાણે, તમે બધી જ પીડાઓમાથી મુક્ત થઈ શકો છો જો તમે તમારી ચેતનાને બદલો, બસ તેટલું જ. તે કૃષ્ણ ભાવનામૃત છે. જેમ મે તમને ઘણી વાર ઉદાહરણ આપેલું છે... આપણી બધી પીડાઓ જ્ઞાનના અભાવ, અજ્ઞાનને કારણે છે. તે જ્ઞાન સારા અધિકારીઓ સાથે સંગ કરીને પ્રાપ્ત કરી શકાય છે."
|