"આપણો કાર્યક્રમ છે પ્રેમ અને ભક્તિથી ગોવિંદ, મૂળ વ્યક્તિ, ની પૂજા કરવી. ગોવિંદમ આદિ પુરુષમ. આ કૃષ્ણ ભાવનામૃત છે. આપણે લોકોને કૃષ્ણને પ્રેમ કરવાનું શીખવાડીએ છીએ, બસ તેટલું જ. આપણો કાર્યક્રમ છે પ્રેમ કરવો, તમારા પ્રેમને યોગ્ય સ્થળે મૂકવો. તે આપણો કાર્યક્રમ છે. દરેક વ્યક્તિને પ્રેમ કરવો છે, પણ તેના પ્રેમને ખોટા માર્ગે મૂકવાના કારણે તે હતાશ થઈ રહ્યો છે. લોકો તે સમજતા નથી. તેમને શીખવાડવામાં આવી રહ્યું છે, 'સૌ પ્રથમ, તમારા શરીરને પ્રેમ કરો'. પછી થોડું આગળ, 'તમે તમારા પિતા અને માતાને પ્રેમ કરો'. પછી 'તમારા ભાઈ અને બહેનને પ્રેમ કરો'. પછી 'તમારા સમાજને પ્રેમ કરો, તમારા દેશને પ્રેમ કરો, આખા માનવ સમાજને, માનવતાને, પ્રેમ કરો'. પણ આ બધો વિસ્તૃત પ્રેમ, કહેવાતો પ્રેમ, તમને સંતોષ નહીં આપે જ્યાં સુધી તમે કૃષ્ણને પ્રેમ કરવાના બિંદુ સુધી નહીં પહોંચો. પછી તમે સંતુષ્ટ થશો."
|