GU/681002 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જરા સમજવાનો પ્રયાસ કરો. એક ટાઈપરાઇટિંગ યંત્ર, એક નાનકડો સ્ક્રુ, જ્યારે તે ખોવાઈ જાય છે, તમારૂ યંત્ર ઠીક રીતે કાર્ય નથી કરતું. તમે દુકાનમાં જાઓ છો, તે દસ ડોલર લે છે; તમે તરત જ ચુકવો છો. તે નાનકડો સ્ક્રુ, જ્યારે તે યંત્રની બહાર છે, તેની કિંમત એક પૈસો પણ નથી. તેવી જ રીતે, આપણે બધા તે પરમ ભગવાનના અંશમાત્ર છીએ. જો આપણે તે પરમ ભગવાન સાથે કાર્ય કરીએ, એટલે કે જો આપણે કૃષ્ણ ભાવનામૃતમાં કાર્ય કરીએ, કે ભગવદ્ ભાવનામૃતમાં, કે 'હું અંશ છું...' જેમ કે આ આંગળી પૂર્ણ રીતે મારા દેહની ચેતનામાં કાર્ય કરે છે, જ્યારે થોડો પણ દુખાવો થાય ત્યારે હું તેનો અનુભવ કરી શકું છું. તેવી જ રીતે, જો તમે પોતાને કૃષ્ણ ભાવનામૃતમાં સંલગ્ન કરો, તો તમે તમારી સામાન્ય સ્થિતિમાં કાર્ય કરો છો, તમારું જીવન સફળ છે. અને જેવા તમે કૃષ્ણ ભાવનામૃતથી જુદા થઇ જાવો છો, પૂર્ણ કષ્ટ છે. પૂર્ણ કષ્ટ છે ત્યાં. તો, આના વિષયમાં ઘણા બધા ઉદાહરણો આપણે રોજ આ કક્ષામાં આપીએ છીએ. તો જો આપણે સુખી બનવું હોય અને પોતાને સામાન્ય સ્થિતિમાં રાખવી હોય, તો આપણે આ કૃષ્ણ ભાવનામૃતને સ્વીકાર કરવું જોઈએ."
681002 - ભાષણ - સિયેટલ