"ભગવદ્ ગીતામાં તે કહેલું છે કે બીજુ, આધ્યાત્મિક આકાશ છે, જ્યાં સૂર્ય કિરણોની કોઈ પણ જરૂર નથી, ન યત્ર ભાસયતે સૂર્યો. સૂર્ય મતલબ સૂરજ અને ભાસયતે મતલબ સૂર્યપ્રકાશનું વિતરણ. તો સૂર્યપ્રકાશની કોઈ આવશ્યકતા નથી. ન યત્ર ભાસયતે સૂર્યો ન શશાંકો. શશાંક એટલે કે ચંદ્ર. કે નથી ચંદ્રપ્રકાશની કોઈ આવશ્યકતા. ન શશાંકો ન પાવક:. વીજળીની પણ કોઈ જરૂર નથી. તેનો અર્થ છે કે પ્રકાશનું રાજ્ય. અહીં, આ ભૌતિક જગત અંધકારનું રાજ્ય છે. તે તમે જાણો છો, બધા જ. તે વાસ્તવમાં અંધકાર છે. જેવો સૂર્ય પૃથ્વીની બીજી બાજુ જતો રહે છે, અંધકાર છે. તેનો અર્થ છે કે સ્વભાવથી તે અંધકારમય છે. માત્ર સૂર્યપ્રકાશ, ચંદ્રપ્રકાશ અને વીજળીથી આપણે તેને પ્રકાશિત રાખીએ છીએ. વાસ્તવમાં, તે અંધકારમય છે. અને અંધકાર એટલે અજ્ઞાન પણ."
|