GU/681026 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ધ્યાન કરવાની પદ્ધતિ મનને સંતુલનમાં રાખવા માટે છે. તે શમ છે. અને દમ, દમ એટલે ઇન્દ્રિયોને વશમાં રાખવી. મારી ઇન્દ્રિયો હંમેશા મને નિર્દેશન આપે છે, 'ઓહ, તમે આ લો. તમે આ ભોગ કરો. તમે તે કરો. તમે તે કરો.' અને હું તેના દ્વારા ચાલી રહ્યો છું. આપણે બધા ઇન્દ્રિયોના સેવક છીએ. તો આપણે ઇન્દ્રિયોના સેવક બની ગયા છીએ. આપણે તેને બદલીને ભગવાનના સેવક બનવું જોઈએ, બસ એટલું જ. તે કૃષ્ણ ભાવનામૃત છે. તમે પેહલેથી જ સેવક છો, પણ તમે ઇન્દ્રિયોના સેવક છો, અને તમને નિર્દેશન આપવામાં આવે છે અને તમે નિરાશ બની રહ્યા છો. તમે ભગવાનના સેવક બનો. તમે સ્વામી નથી બની શકતા, તે તમારી સ્થિતિ નથી. તમારે સેવક બનવું જ પડશે. જો તમે ભગવાનના સેવક નથી બનતા, તો તમે તમારી ઇન્દ્રિયોના સેવક બનો છો. તે તમારી સ્થિતિ છે. તો જે બુદ્ધિશાળી છે, તે સમજી જશે કે, 'જો મારે સેવક જ બનવાનું છે, તો હું ઇન્દ્રિયોનો સેવક બનીને કેમ રહું? કૃષ્ણનો કેમ નહીં?' તે બુદ્ધિ છે. તે બુદ્ધિ છે. અને જે મૂર્ખતાથી પોતાને ઇન્દ્રિયોના સેવક રૂપે રાખે છે, તેઓ પોતાનું જીવન બગાડી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ."
681026 - ભાષણ - મોંટરીયલ