"ભૌતિક જગતમાં સત્વગુણ કેટલીકવાર તમોગુણ અને રજોગુણ સાથે ભળી જાય છે, પરંતુ આધ્યાત્મિક જગતમાં શુદ્ધ સત્વ છે - રજોગુણ અને તમોગુણનું રંચમાત્ર દૂષણ નથી. તેથી તેને શુદ્ધ-સત્ત્વ કહેવામાં આવે છે. શુદ્ધ-સત્ત્વ. શબ્દમ, સત્ત્વમ વિશુદ્ધમ વાસુદેવ શબ્દિતમ (શ્રી.ભા. ૪.૩.૨૩): "તે શુદ્ધ સત્વને વાસુદેવ કહેવામાં આવે છે, અને તે શુદ્ધ સત્વમાં વ્યક્તિ ભગવદ્-સાક્ષાત્કાર કરી શકે છે." તેથી ભગવાનનું નામ વાસુદેવ છે, "વસુદેવથી ઉત્પન્ન થયેલ." વસુદેવ વાસુદેવના પિતા છે. તો જ્યાં સુધી આપણે શુદ્ધ સત્વના ધોરણમાં ન આવીએ, રજોગુણ અને તમોગુણના રંચમાત્ર વગર, ત્યાં સુધી ભગવદ્-સાક્ષાત્કાર શક્ય નથી."
|