GU/681105 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો ભગવાનનું ઘર ચિન્તામણીથી બનેલું છે. જેમ આપણને આ દુનિયામાં અહીંનો અનુભવ મળ્યો છે કે ઘરો ઇંટોથી બનેલા છે, ત્યાં, દિવ્ય જગતમાં, ઘરો આ ચિન્તામણી પથ્થરથી બનેલા છે. ચિન્તામણી-પ્રકર-સદ્મસુ કલ્પ-વૃક્ષ (બ્ર.સં. ૫.૨૯). ત્યાં પણ વૃક્ષો છે, પરંતુ તે વૃક્ષો આ વૃક્ષ જેવા નથી. વૃક્ષો કલ્પ-વૃક્ષ છે. અહીં તમે એક વસ્તુ લઈ શકો છો... એક વૃક્ષ પાસેથી એક પ્રકારનું ફળ, પણ ત્યાં, તમે વૃક્ષ પાસેથી જે માંગો તે મળે છે, કારણ કે તે વૃક્ષો આધ્યાત્મિક છે. તે પદાર્થ અને આત્મા વચ્ચેનો તફાવત છે." |
681105 - ભાષણ બ્ર.સં. ૫.૨૯ - લોસ એંજલિસ |