GU/681113b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ગૃહ-ક્ષેત્ર-સુત. સુત એટલે બાળકો. જ્યારે તમે એપાર્ટમેન્ટ મેળવશો, જ્યારે તમે પત્ની મેળવશો, જ્યારે તમે..., તો પછીની માંગ બાળકો છે, સુત. કારણકે બાળકો વિના ઘરનું જીવન સુખદ નથી. પુત્ર-હીનમ ગૃહમ શૂન્યમ (ચાણક્ય પંડિત). બાળકો વિનાનું ઘર રણ જેવું છે. બાળકો ઘરનાં જીવનનું આકર્ષણ છે. તેથી ગૃહ-ક્ષેત્ર-સુત-આપ્ત. આપ્ત મતલબ સંબંધીઓ અથવા સમાજ. સુતાપ્ત-વિત્તૈ: અને આ બધી સામગ્રીઓ ધન પર જળવાઈ રહે છે. તેથી ધન જરૂરી છે, વિત્તૈ:. આ રીતે, વ્યક્તિ આ ભૌતિક જગતમાં ફસાઇ જાય છે. જનસ્ય મોહો અયમ. આને ભ્રાંતિ અથવા મોહ કહેવાય છે."
681113 - ભાષણ - લોસ એંજલિસ