GU/681114 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આ આખી સૃષ્ટિ, જે પણ ભૌતિક સૃષ્ટિ છે, તે બનેલી છે આ ચોવીસ... જેમ કે રંગો. રંગની વિવિધતાનો અર્થ છે ત્રણ રંગો: પીળો, લાલ અને વાદળી. જે લોકો રંગ મિશ્રણમાં નિષ્ણાત છે, તેઓ આ ત્રણ રંગોને ભેળવીને એક્યાસી રંગ બનાવી શકે છે. ત્રણ ગુણ્યા ત્રણ નવ; નવ ગુણ્યા નવ એક્યાસી. તો રંગના નિષ્ણાત, તેઓ આ ત્રણ રંગોને એક્યાસીમાં પ્રદર્શિત કરી શકે છે. તે જ રીતે, ભૌતિક પ્રકૃતિ... અલબત્ત, આ એક, એક શક્તિ છે. પરંતુ આ શક્તિની અંદર ત્રણ ગુણો છે: સત્ત્વ-ગુણ, રજો-ગુણ, તમો-ગુણ. આ ત્રણ ગુણોની પારસ્પરિક ક્રિયા દ્વારા, મન, બુદ્ધિ, અહંકાર - સૂક્ષ્મ તત્વોનું નિર્માણ થાય છે, અને પછી સૂક્ષ્મ તત્વોમાંથી, સ્થૂળ તત્વોનું નિર્માણ થાય છે."
ચોવીસ તત્વો પર વ્યાખ્યાન અવતરણ - લોસ એંજલિસ