GU/681217 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આપણો કાર્યક્રમ છે શરુ કરવી... આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને ફેલાવવા શક્ય તેટલી શાખાઓ શરૂ કરવી. અને તે ખૂબ જ સરળ છે. આપણે ફક્ત લોકોને આવવા અને આપણી સાથે કીર્તન કરવા આમંત્રણ આપીએ છીએ. તે ફરક નથી પાડતો કે તે શું છે, તેની ભાષા શું છે, તેનો ધર્મ શું છે. આપણે આ બધી બાબતોને ધ્યાનમાં રાખતા નથી. અને આ હરે કૃષ્ણનો ઉચ્ચાર કરવો એટલો સરળ છે કે કોઈ પણ માણસ તે બોલી શકે. તેનો આપણે અનુભવ કર્યો છે. દુનિયાના કોઈ પણ ભાગમાં આપણે હરેકૃષ્ણનું કીર્તન કરીએ છીએ, અને તેઓ ખૂબ જ સરળતાથી અનુકરણ અને કીર્તન કરી શકે છે. બાળક પણ, તેઓ પણ. તો કીર્તન અને જપ કરવાથી તે ધીરે ધીરે કૃષ્ણ ભાવનાભાવિત બની જાય છે. તેનું હૃદય શુદ્ધ થઈ જાય છે અને તે સમજી શકે છે કે કૃષ્ણ વિજ્ઞાન શું છે, ભગવદ્ વિજ્ઞાન શું છે."
681217 - ઇન્ટરવ્યૂ - લોસ એંજલિસ