"જગાઈ-મધાઈની જેમ. જગાઈ-મધાઈ, તેઓ ચૈતન્ય મહાપુભુના સમયમાં સૌથી મોટા પાપી પુરુષો હતા. તો જ્યારે તેમણે ભગવાન ચૈતન્ય મહાપ્રભુની સામે કબૂલાત સાથે શરણ ગ્રહણ કરી, "હે ભગવાન, અમે ઘણી પાપી પ્રવૃત્તિઓ કરી છે. કૃપા કરીને અમને બચાવો," ત્યારે ચૈતન્ય મહાપુભુએ તેમને કહ્યું કે "હા, હું તમને સ્વીકારીશ અને તમને બચાવીશ, જો તમે વચન આપો કે હવે પછી તમે આવી પાપી પ્રવૃત્તિઓ નહીં કરો." તો તેઓ સંમત થયા, "હા. અમે જે કંઇ કર્યું છે, તે બધુ ઠીક છે. હવે અમે તે નહીં કરીએ." પછી ચૈતન્ય મહાપ્રભુએ તેમનો સ્વીકાર કર્યો અને તેઓ મહાન ભક્તો બની ગયા, અને તેમનું જીવન સફળ રહ્યું. આ જ પ્રક્રિયા અહીં પણ છે. આ દીક્ષાના અર્થ એ છે કે તમારે..., દરેકે યાદ રાખવું જોઈએ કે પાછલા જીવનમાં જે પણ પાપી પ્રવૃત્તિઓ કરી હશે, તેનું ખાતું હવે બંધ છે."
|