GU/681223 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"એક તોફાની છોકરાની જેમ. બળ દ્વારા, તમે તેને તોફાની વર્તન કરતા અટકાવી શકો છો. પરંતુ જેવી તેને તક મળે છે, ફરીથી તે આવું કામ કરશે. તેવી જ રીતે, ઇન્દ્રિયો ખૂબ પ્રબળ હોય છે. તમે તેમને કૃત્રિમ રીતે રોકી શકતા નથી. તેથી એકમાત્ર ઉપાય છે કૃષ્ણ ભાવનામૃત. આ કૃષ્ણ ભાવનાભાવિતના છોકરાઓ, આ પણ ઇન્દ્રિય તૃપ્તિ છે - સરસ પ્રસાદમ ખાવો, નૃત્ય કરવું, કીર્તન કરવું, તત્વજ્ઞાન વાંચવું - પણ તે કૃષ્ણ સાથે જોડાયેલા છે. તે મહત્વ છે. નિર્બંધ: કૃષ્ણ સંબંધે (ભક્તિ-રસામૃત-સિંધુ ૧.૨.૨૫૫). તે કૃષ્ણની ઇન્દ્રિય તૃપ્તિ છે. પ્રત્યક્ષ રીતે નહીં, પણ કારણકે હું કૃષ્ણનો અંશ છું, મારી ઇન્દ્રિયો આપમેળે સંતુષ્ટ થઈ જાય છે. આ પ્રક્રિયા અપનાવવી જોઈએ. કૃત્રિમ રીતે... આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન જીવન જીવવાની એક કળા છે જેના દ્વારા તમે અનુભવો છો કે તમારી ઇન્દ્રિયો સંપૂર્ણ સંતુષ્ટ છે, પરંતુ તમે આગલા જીવનમાંથી મુક્ત થશો. આ સરસ પ્રક્રિયા છે."
681223 - ભાષણ ભ.ગી. ૦૩.૦૬-૧૦ - લોસ એંજલિસ