GU/681223b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ અર્જુન માટે લડી શકતા હતા. તેઓ સર્વશક્તિમાન હતા. લડ્યા વિના, તેઓ તેને બધું આપી શકતા હતા. પરંતુ છતાં, તેઓ તેને સંલગ્ન કરવા માંગતા હતા. કે વ્યક્તિને તેની નિયત ફરજોની સાથે કૃષ્ણ ભાવનામૃતમાં સંલગ્ન રહેવું જોઈએ, તે જરૂરી છે. હા. "તમારી નિર્ધારિત ફરજ બજાવો, જે કામ ન કરવા કરતાં વધુ સારું છે." જો તમે કૃષ્ણ ભાવનામૃતમાં કામ ન કરી શકો, તો પછી તમે વર્ણાશ્રમ અનુસાર તમારી નિયત ફરજ બજાવો. જેમ કે જો તમે બ્રાહ્મણ છો, તો તમારે તે રીતે કાર્ય કરવું પડશે. જો તમે ક્ષત્રિય છો, તો તમારે તે રીતે કાર્ય કરવું પડશે. પરંતુ કાર્ય કરવાનું બંધ ન કરો. કૃષ્ણ કહે છે કે "કોઈ માણસ કાર્ય કર્યા વિના પોતાનું શરીર પણ જાળવી શકે નહીં."
681223 - ભાષણ ભ.ગી. ૦૩.૦૬-૧૦- લોસ એંજલિસ