"તો જે વ્યક્તિ પાસે આ કૃષ્ણ ભાવનામૃત છે, તે આત્મ-સાક્ષાત્કારી છે. દરેક વસ્તુને કૃષ્ણ સાથે સંલગ્ન કરે છે. તો તેણે પછી બીજા કોઈ નિર્દેશોનું પાલન કરવાની શી જરૂર છે? બધી જ વસ્તુ પૂર્ણ છે. આરાધીતો યદિ હરિસ તપસા તતઃ કિમ (નારદ પંચરાત્ર ૧.૨.૬). જો વ્યક્તિએ પરમ ભગવાનનો સાક્ષાત્કાર કર્યો છે, તો તેને પછી કોઈ પણ તપસ્યા કે પછી આ કે તે નિયમોનું પાલન કરવાની જરૂર નથી. તેનું કાર્ય સમાપ્ત થઈ ગયું. જયારે એક વ્યક્તિ સાજો થઈ જાય છે, તો પછી કોઈ દવાની જરૂર નથી. તે સ્વસ્થ અવસ્થામાં છે. ભક્તિમય સેવામાં, કૃષ્ણ ભાવનામૃતમાં, સંલગ્ન થવું તે સ્વસ્થ અવસ્થા છે. તેની કોઈ પણ નિહિત ફરજ રહેતી નથી. તમે જોયું? તો તેની પાસે કોઈ પણ કાર્ય ન કરવા માટે કોઈ કારણ રહેતું નથી."
|