"જેમ કે હરિદાસ ઠાકુર. હરિદાસ ઠાકુર હંમેશાં એકાંત સ્થળે જપ કરતા હતા. હવે, જો કોઈ, આટલા ઉચ્ચ સ્તર પર પહોંચ્યા વગર, અનુકરણ કરે, "ઓહ, હરિદાસ ઠાકુરે જપ કર્યો હતો. ચાલ હું પણ એકાંતમાં બેસીને જપ કરું," તે એમ કરી શકશે નહીં. તે શક્ય નથી. તે ફક્ત અનુકરણ કરશે અને બધો બકવાસ કરશે. તેથી દરેક વ્યક્તિએ તેના પોતાના કાર્યમાં સંલગ્ન રહેવું જોઈએ, અને તેના કાર્યના ફળ દ્વારા, તેણે કૃષ્ણની સેવા કરવી જોઈએ. આપણે હરિદાસ ઠાકુરનું અનુકરણ ન કરી શકીએ. તે એક અલગ પદ છે. જો કોઈ વ્યક્તિ તે પદ પર ઉન્નત થાય છે, તો તે એક અલગ વસ્તુ છે, પરંતુ સામાન્ય રીતે, તે સામાન્ય વ્યક્તિ માટે નથી. તેથી દરેક વ્યક્તિએ તેની વ્યાવસાયિક ફરજ બજાવવી જોઈએ અને તેના કાર્ય દ્વારા ભગવાનની સેવા કરવાનો પ્રયાસ કરવો જોઈએ."
|