"જ્યારે પણ અને જ્યાં પણ ધાર્મિક પ્રણાલીમાં ઘટાડો જોવા મળે છે..." તે ધર્મની પ્રણાલી શું છે? તે ધર્મની પ્રણાલી છે જ્યારે પણ ભગવાનના પ્રેમમાં ઘટાડો થાય છે. બસ. જ્યારે લોકો પદાર્થના પ્રેમી બને છે, તેનો અર્થ છે ધર્મમાં ઘટાડો. અને જ્યારે લોકોમાં ભગવાનનો પ્રેમ વધે છે, તેનો અર્થ છે વાસ્તવિક ધર્મ. તો કૃષ્ણ આવે છે, અથવા કૃષ્ણના સેવક અથવા પ્રતિનિધિ આવે છે, વસ્તુઓને ઠીક કરવા માટે. જ્યારે લોકો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો પ્રેમ ભૂલી જાય છે, કોઈક, ક્યાં તો કૃષ્ણ, ભગવાન સ્વયં અથવા તેમના પ્રતિનિધિ વસ્તુઓને ઠીક કરવા માટે આવે છે. તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન અવતાર છે. તે ભગવદ્ પ્રેમ શીખવે છે. આપણે કોઈ ધાર્મિક કર્મકાંડની શિક્ષા નથી આપી રહ્યા કે, "તમે હિન્દુ બની જાઓ," "તમે ખ્રિસ્તી બની જાઓ," "તમે મુસ્લિમ બની જાઓ." આપણે ફક્ત તે શીખવીએ છીએ, "તમે ભગવાનને પ્રેમ કરવાનો પ્રયત્ન કરો."
|