"વંદે અહમનો અર્થ છે કે' હું મારા આદરપૂર્વક પ્રણામ કરું છું'. વંદે. વંદે મતલબ આદરપૂર્વક પ્રણામ કરવા'. અહમ. અહમ મતલબ 'હું'. વંદે અહમ શ્રીગુરુન: બધા જ ગુરુઓ. આધ્યાત્મિક ગુરુને પ્રત્યક્ષ આદર આપવાનો અર્થ છે અગાઉના તમામ આચાર્યોને આદર આપવો. ગુરુનનો મતલબ બહુવચન થાય છે. તમામ આચાર્યો. તેઓ એક બીજાથી જુદા નથી. કારણ કે તેઓ મૂળ આધ્યાત્મિક ગુરુમાંથી ગુરુ શિષ્ય પરંપરામાં આવે છે અને તેમના મત અલગ અલગ નથી, તેથી, તેઓ ઘણા બધા હોવા છતાં, તેઓ એક છે. વંદે અહમ શ્રી-ગુરુન શ્રી-યુત-પદ-કમલમ. શ્રી-યુતનો અર્થ છે 'બધા ગૌરવ સાથે, બધા ઐશ્વર્યો સાથે'. પદ-કમલ: 'ચરણ કમળ'. શ્રેષ્ઠને આદર આપવાની શરૂઆત ચરણોથી થાય છે, અને આશીર્વાદ માથાથી શરૂ થાય છે. તે પદ્ધતિ છે. શિષ્ય આધ્યાત્મિક ગુરુના ચરણ કમળને સ્પર્શ કરીને પ્રણામ કરે છે, અને આધ્યાત્મિક ગુરુ શિષ્યના માથાને સ્પર્શ કરીને આશીર્વાદ આપે છે."
|