"આ કૃષ્ણ ભાવનામૃત છે, તે સમજવું કે બધી જ વસ્તુ કૃષ્ણની છે. જો વ્યક્તિ તે રીતે કામ કરે... ઈશાવાસ્યમ ઈદમ સર્વમ (ઈશોપનિષદ ૧). ઈશોપનિષદ કહે છે, 'બધી જ વસ્તુ ભગવાનની છે', પણ ભગવાને મને આ વસ્તુઓ વાપરવાનો અવસર આપ્યો છે. તેથી મારું જ્ઞાન અને બુદ્ધિ તેમાં છે જ્યારે હું તેમનો ઉપયોગ ભગવાનની સેવા માટે કરું. તે મારી બુદ્ધિ છે. જેવું હું તેને મારી ઇન્દ્રિય તૃપ્તિ માટે ઉપયોગ કરું છું, તો હું ફસાઈ જાઉં છું. તે જ ઉદાહરણ આપી શકાય: જો બેન્કનો ખજાનચી વિચારે, 'ઓહ, મારી પાસે આટલા બધા લાખો ડોલર છે. ચાલ હું થોડા મારા ખિસ્સામાં મૂકી દઉં', તો તે ફસાઈ જાય છે. નહિતો, તમે આનંદ કરો છો. તમને સારો પગાર મળે છે. તમે સારી સુવિધા મેળવો અને કૃષ્ણ માટે સુંદર રીતે કામ કરો. આ કૃષ્ણ ભાવનામૃત છે. દરેક વસ્તુ કૃષ્ણની ગણવી જોઈએ. એક કોડી પણ મારી નહીં. તે કૃષ્ણ ભાવના છે."
|