GU/690109 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"બહારના લોકો કહેશે, "આ કૃષ્ણ ભાવનામૃત શું છે? તેઓ સરસ ઘરમાં રહે છે અને તેઓ બહુ સરસ રીતે ખાય છે, નૃત્ય કરે છે, ગીતો ગાય છે. શું અંતર છે? અમે પણ તે કરીએ છીએ. અમે ક્લબમાં જઈએ છીએ અને સરસ રીતે ખાઈએ છીએ અને નાચીએ પણ છીએ. શું અંતર છે?" અંતર છે. તે અંતર શું છે? એક દૂધની બનાવટ રોગ કરે છે, બીજી દૂધની બનાવટ ઈલાજ કરે છે. આ વ્યવહારિક છે. બીજી દૂધની બનાવટ તમને સાજા કરે છે. જો તમે ક્લબમાં નૃત્ય કરવા અને ખાવા જાઓ તો તમે ભૌતિક રીતે ધીમે ધીમે રોગી બની જશો. અને તે જ નૃત્ય અને ખાવાથી અહીં તમે આધ્યાત્મિક રીતે ઉન્નત બની જશો. કોઈ પણ વસ્તુ રોકવાની નથી. ફક્ત એક નિષ્ણાત ડોક્ટરના માર્ગદર્શન હેઠળ તેને બદલવાનું છે. બસ તેટલું જ. નિષ્ણાત ડોક્ટર તમને દહીં સાથે કોઈ દવા મેળવીને આપશે. વાસ્તવમાં દવા તો રોગીને ફક્ત ઉલઝાવવા માટે છે. વાસ્તવમાં દહીં જ કામ કરશે. તો તેવી જ રીતે આપણે બધું જ કરવું પડે પણ તેને કૃષ્ણ ભાવનામૃતની દવા સાથે મેળવીને જેથી તે તમારો ભૌતિક રોગ મટાડે. તે પદ્ધતિ છે."
690109 - ભાષણ - ભ.ગી. ૪.૧૯-૨૫ - લોસ એંજલિસ