"જેવા આપણે આ ભક્તોનો સંગ છોડી દઈશું, તરત જ માયા મને પકડી લેશે. તત્કાળ. માયા બસ બાજુમાં જ છે. જેવો આપણે આ સંગનો ત્યાગ કરીએ છીએ, માયા કહે છે," હા, મારા સંગમાં આવો." કોઈ પણ સંગ વગર, કોઈ પણ વ્યક્તિ તટસ્થ રહી શકે નહીં. તે શક્ય નથી. તેણે માયા અથવા કૃષ્ણ સાથે જોડાવું જ પડશે. તો દરેક વ્યકિતએ ભક્તો સાથે, કૃષ્ણ સાથે સંગ રાખવા ખૂબ જ ગંભીર હોવું જોઈએ. કૃષ્ણનો અર્થ છે... જ્યારે આપણે કૃષ્ણની વાત કરીએ છીએ, ત્યારે "કૃષ્ણ" નો અર્થ કૃષ્ણ તેના ભક્તો સાથે છે. કૃષ્ણ ક્યારેય એકલા નથી હોતા. કૃષ્ણ રાધારાણી સાથે છે, રાધારાણી ગોપીઓની સાથે છે, અને કૃષ્ણ ગોપાળો સાથે છે. આપણે નિરાકારવાદી નથી. આપણે કૃષ્ણને એકલા દેખતા નથી. એ જ રીતે, કૃષ્ણ એટલે કૃષ્ણના ભક્ત સાથે. તો કૃષ્ણ ભાવનામૃતનો અર્થ છે કૃષ્ણના ભક્તો સાથે સંગ રાખવો."
|