"આપણું પાપી જીવન એટલે અજ્ઞાનતા, અજ્ઞાનતાને કારણે. જેમકે હું આ જ્યોતને અડકું તો તે મને દઝાડશે. કોઈક કહેશે, “અરે, તમે દાઝી ગયા. તમે પાપી છો.” આ સામાન્ય સમજની વાત છે. “તમે દાઝ્યા છો. તમે પાપી છો અને એટલે તમે દાઝ્યા છો." તે એક રીતે, સાચી વાત છે. "હું પાપી છું" મતલબ હું નથી જાણતો કે જો હું જ્યોતને સ્પર્શ કરીશ તો હું દાઝી જઈશ. આ અજ્ઞાનતા એ જ મારૂ પાપ છે. પાપી જીવન મતલબ અજ્ઞાનમય જીવન. તેથી આ ચોત્રીસમાં શ્લોકમાં, "જરા સત્યને જાણવા પ્રયત્ન કરો. અજ્ઞાની ન રહો. આધ્યાત્મિક ગુરુને મળીને સત્ય જાણવાનો જરા પ્રયત્ન કરો." સાધનો અને સંસાધનો છે તો શા માટે તમે અજ્ઞાનમાં રહો છો? આ મારી મૂર્ખતા છે અને તેથી હું પીડાઉ છું."
|