"જેમ કે તમે કંઈક અભ્યાસ કરો છો, અને પરીક્ષા કક્ષમાં તમે તરત જ ખૂબ સરસ રીતે લખો છો. પણ જો તમે કોઈ અભ્યાસ કર્યો નથી, તો તમે કેવી રીતે લખી શકો? તે જ રીતે, જો તમે હરે કૃષ્ણનો જપ કરવાનો અભ્યાસ કરો છો, તો સૂતા સમયે પણ તમે હરે કૃષ્ણનો જપ કરશો. ત્રણ તબક્કા હોય છે: જાગૃત અવસ્થા, નિદ્રાધીન અવસ્થા, અને બેભાન અવસ્થા. બેભાન અથવા અચેતન અવસ્થા. ચેતના..., આપણે બસ ચેતનામાં કૃષ્ણને પ્રવેશ કરાવીએ છીએ. તો અચેત અવસ્થામાં પણ તમારી સાથે કૃષ્ણ રહેશે. તો જો તમે સદભાગ્યે તે સિદ્ધ અવસ્થા પર આવો છો, તો આ જીવન તમારા ભૌતિક અસ્તિત્વનો અંત છે. તમે આધ્યાત્મિક જગતમાં પ્રવેશ કરો છો અને તમારું શાશ્વત જીવન, આનંદમય જીવન પ્રાપ્ત કરો છો, અને કૃષ્ણ સાથે નૃત્ય કરો છો. બસ."
|