"વ્યક્તિએ ઇન્દ્રિય તૃપ્તિનો ત્યાગ કરવો જોઈએ. અવશ્ય, આ ભૌતિકવાદી જીવનમાં આપણને ઇન્દ્રિયો મળી છે અને આપણે તેનો ઉપયોગ કરવા ટેવાયેલા છીએ. આપણે તેને રોકી શકતા નથી. પણ તેને રોકવાનો કોઈ પ્રશ્ન જ નથી, પરંતુ તેને નિયંત્રિત કરવાની છે. જેમ કે આપણે ખાવાની ઈચ્છા કરીએ છીએ. વિષયનો અર્થ છે ખાવું, સૂવું, મૈથુન અને બચાવ કરવો. તો આ વસ્તુઓનો સંપૂર્ણ રીતે પ્રતિબંધ નથી, પરંતુ તેને બંધબેસતી કરવામાં આવે છે જેથી તે મારા કૃષ્ણ ભાવનામૃતના અભ્યાસમાં અનુકૂળ થાય. તો આપણે તેવી રીતે ન લેવું જોઈએ... જેમ કે ખાવું. આપણે ફક્ત સ્વાદને સંતોષવા માટે ન ખાવું જોઈએ. આપણે કૃષ્ણ ભાવનામૃતને અમલમાં મૂકવા માટે આપણને તંદુરસ્ત રાખે તેટલું જ ખાવું જોઈએ. તો ખાવાનું બંધ થતું નથી, પરંતુ તે અનુકૂળ રીતે નિયંત્રિત થાય છે. એ જ રીતે, મૈથુન. મૈથુન પણ બંધ નથી. પરંતુ નિયમનકારી સિદ્ધાંત એ છે કે તમારે લગ્ન કરવું જોઈએ અને તમારે બાળકોને કૃષ્ણ ભાવનાભાવિત બનાવવા માટે જ જાતીય જીવનમાં પ્રવૃત થવું જોઈએ. અન્યથા તે ન કરો."
|