"એક યા બીજી રીતે આંગળી કપાઈ જાય અને જમીન પર પડી જાય; તો તેનું કોઈ મૂલ્ય રહેતું નથી. મારી આંગળી, જયારે તે કપાઈ જાય અને તે જમીન પર પડેલી હોય, તો તેનું કોઈ મૂલ્ય નથી. પણ, જેવી આંગળી શરીર સાથે જોડાઈ જાય છે, તે લાખો અને કરોડો ડોલરના મૂલ્યની છે. અમૂલ્ય. તેવી જ રીતે, આપણે અત્યારે ભગવાનથી, અથવા કૃષ્ણથી, અલગ થયેલા છીએ, આ ભૌતિક પરિસ્થિતિથી. ભૂલી ગયેલા. અલગ થયેલા નહીં. સંબંધ તો છે જ. ભગવાન આપણી બધી જરૂરિયાતો પુરી પાડે છે. જેમ કે એક રાજ્યનો કેદી નાગરિક વિભાગથી અલગ થયેલો છે; તે અપરાધી વિભાગમાં આવ્યો છે. વાસ્તવમાં તે અલગ થયેલો નથી. સરકાર હજુ પણ કાળજી લે છે, પણ કાયદાકીય રીતે અલગ થયેલો. તેવી જ રીતે, આપણે અલગ થયેલા નથી. આપણે અલગ થઇ ના શકીએ, કારણકે કૃષ્ણ વગર કોઈ પણ વસ્તુનું કોઈ અસ્તિત્વ જ નથી. તો કેવી રીતે હું અલગ થઇ શકું? અલગ થવું છે કે કૃષ્ણને ભૂલી જવું, પોતાને કૃષ્ણ ભાવનામૃતમાં જોડવાને બદલે, હું ઘણી બધી બકવાસ વસ્તુઓમાં પોતાને જોડું છું. તે અલગ થવું છે."
|