"તો અહીં, આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનમાં, તે સીધું કૃષ્ણ પર આધારિત છે. તેથી આ છોકરાઓ કરતા કોઈ વધુ સારું ધ્યાની નથી. તેઓ ફક્ત કૃષ્ણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેમનું સંપૂર્ણ કાર્ય છે કૃષ્ણ. તેઓ બગીચામાં કાર્ય કરી રહ્યા છે, જમીન ખેડી રહ્યા છે: "ઓહ, ત્યાં સરસ ગુલાબ ઉગશે, આપણે તે કૃષ્ણને અર્પણ કરીશું." ધ્યાન. વ્યાવહારિક ધ્યાન: "હું ગુલાબ ઉગાડીશ અને તે કૃષ્ણને અર્પણ કરવામાં આવશે." ખોદવામાં પણ ધ્યાન છે. તમે જોયું? તેઓ સુંદર વ્યંજનો બનાવી રહ્યા છે, "ઓહ, કૃષ્ણ તેને આરોગશે." તો રસોઈમાં ધ્યાન છે. તમે જોયું? અને કીર્તન અને નૃત્યની તો વાત જ શું કરવી? તો તેઓ ચોવીસ કલાક કૃષ્ણ પર ધ્યાન કરી રહ્યા છે. પૂર્ણ યોગી."
|