GU/690324 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હવાઈમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેમ કે ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું હતું કે આ બ્રહ્માણ્ડ એ બિલકુલ એક રાઈના દાણાની ભરેલી થેલીમાના એક નાના રાઈના દાણા જેવુ છે. જો તમે રાઈના દાણાની એક થેલી લો, તમે ગણતરી ના કરી શકો કે ત્યાં કેટલા છે. શું તે શક્ય છે? જો તમે એક અનાજની થેલી લો, શું તે શક્ય છે ગણતરી કરવી કે કેટલા દાણા છે? ચૈતન્ય મહાપ્રભુએ આ બ્રહ્માણ્ડની સરખામણી કરી છે... તેમના એક ભક્ત, વાસુદેવ દત્ત... તે ભક્તનું વલણ હોય છે, તેમણે ચૈતન્ય મહાપ્રભુને વિનંતી કરી, 'મારા પ્રિય પ્રભુ, તમે કૃપા કરીને પતિત આત્માઓના ઉદ્ધાર માટે આવ્યા છો. કૃપા કરીને તમારો ઉદેશ્ય સંપન્ન કરો. બધા આત્માઓને લઈ જાઓ, આ બ્રહ્માણ્ડના બદ્ધ આત્માઓને. તેમને છોડશો નહીં, એકને પણ નહીં. કૃપા કરીને તેમને લઈ જાઓ. અને જો તમે વિચારો કે તેઓ યોગ્ય નથી કે એમાથી અમુક યોગ્ય નથી, તો કૃપા કરીને તેમના પાપકર્મો મારા પર નાખી દો. હું પીડા સહન કરતો રહીશ. પણ તમે તે બધાને લઈ જાઓ'. જરા જુઓ ભક્તનું વલણ."
690324 - ભાષણ - શ્રી.ભા. ૭.૯.૧૧-૧૩ - હવાઈ