GU/690328b ભાષણ - શ્રીલ પ્રભુપાદ હવાઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ કીર્તન અને શ્રવણ એટલું પવિત્ર છે કે તે ધીરે ધીરે તમારા હૃદયને શુદ્ધ કરશે, અને તમે સમજી શકશો કે ભગવાન શું છે - ભગવાન શું છે, તેમની સાથે તમારો સંબંધ શું છે, તેમનું કાર્ય શું છે, તમારું કાર્ય શું છે. આ બધી બાબતો આપમેળે આવશે, ધીરે ધીરે. તેમાં થોડો સમય લાગશે... જેમ કે કોઈ રોગ દૂર કરવા માટે થોડો સમય લાગે છે, એવું નથી થતું કે તરત જ તમે દવા આપો અને તરત જ તે સાજો થઈ જાય છે. અવશ્ય, તરત જ તે સાજો થઈ જાય છે, શ્રવણ દ્વારા, જો તે યોગ્ય રીતે સાંભળે. પરંતુ તે શક્ય નથી, કારણ કે આપણે આ ભૌતિક દૂષણનો સંગ કરેલો છે. તેને થોડો સમય જોઇએ છે. પરંતુ આ યુગની આ એક માત્ર પ્રક્રિયા છે. ફક્ત તમે આ જપ કરો, હરે કૃષ્ણ, અને સાંભળો, અને જો તમારી પાસે થોડો સમય હોય તો તમે પુસ્તકો વાંચી શકો છો. તે પણ શ્રવણ છે."
690328 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૨.૦૬ - હવાઈ‎