"જે આપણે માયા કહીએ છીએ... માયા મતલબ... મા મતલબ "નથી," અને યા મતલબ "આ". જે તમે હકીકત તરીકે સ્વીકારો છો, તે હકીકત નથી. આને માયા કહેવાય છે. મા-યા. માયા મતલબ "તેનો સત્ય તરીકે સ્વીકાર ના કરો." તે ફક્ત ક્ષણિક માત્ર છે. જેમ કે સ્વપ્નમાં આપણે ઘણી બધી વસ્તુઓ જોઈએ છીએ, અને સવારે આપણે બધું જ ભૂલી જઈએ છીએ. તે સૂક્ષ્મ સ્વપ્ન છે. અને આ અસ્તિત્વ, આ શારીરિક અસ્તિત્વ અને આ શરીરના સંબંધો, મિત્રતા અને પ્રેમ અને ઘણી બધી વસ્તુઓ - તે પણ સ્થૂળ સ્વપ્ન છે. તે સમાપ્ત થઇ જશે. તે રહેશે નહીં... જેમ કે સ્વપ્ન થોડીક મિનિટો અથવા થોડા કલાક રહે છે જ્યાં સુધી તમે નિંદ્રામાં છો, તેવી જ રીતે આ સ્થૂળ સ્વપ્ન પણ રહેશે, કહો કે, અમુક વર્ષો સુધી. બસ તેટલુ જ. તે પણ સ્વપ્ન છે. પણ વાસ્તવમાં આપણે લેવા દેવા છે તે વ્યક્તિ માટે કે જે સ્વપ્ન જોઈ રહ્યો છે, કે કાર્ય કરી રહ્યો છે. તો આપણે તેને આ સ્વપ્નમાંથી બહાર કાઢવો પડશે, સ્થૂળ અને સૂક્ષ્મ. તે પ્રસ્તાવ છે. તો તે આ કૃષ્ણ ભાવનામૃતની પદ્ધતિથી બહુ જ સરળતાથી કરી શકાય છે, અને તે પ્રહલાદ મહારાજ દ્વારા સમજાવવામાં આવી રહ્યું છે."
|