"તો અહીં એવું કહેવામાં આવ્યું છે કે વાસુદેવે ભગવતી ભક્તિ-યોગ: પ્રયોજિતઃ (શ્રી.ભા. ૧.૨.૭). જો તમે તમારા પ્રેમને કૃષ્ણ પર સ્થિત કરો છો, તો આ બધા ધાર્મિક સિદ્ધાંતોને તરત જ પ્રાપ્ત કરી શકાય છે. ભક્તિ-યોગ: મતલબ ભક્તિ... જો તમે ભક્તિ સેવા દ્વારા, કૃષ્ણની સેવા કરવાનો પ્રયત્ન કરો છો, તો ધર્મના આ બધા સિદ્ધાંતો આપમેળે આવશે. તમે જાણશો કે "હું આ શરીર નથી; હું એક આત્મા છું. મારી... ભૌતિક આસક્તિ મારા માટે નકામી છે. મારું વાસ્તવિક કાર્ય જીવનની આધ્યાત્મિક ઉન્નતિ છે." જો ફક્ત તમે કૃષ્ણની ભક્તિ સેવા કરશો તો બધું જ સ્પષ્ટ થઈ જશે."
|