GU/690409b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભૌતિક જીવન એટલે આપણી પોતાની ઇન્દ્રિયોને સંતોષવી, અને વૈરાગ્ય-વિદ્યા, અથવા ભક્તિ સેવા, એટલે કૃષ્ણની ઇન્દ્રિયોને સંતોષવી. બસ. ભૌતિક કહેવાતા પ્રેમ અને રાધા-કૃષ્ણ પ્રેમ વચ્ચે શું તફાવત છે? તફાવત છે, કે ભૌતિક વિશ્વમાં, બંને પક્ષો, તેઓ તેમની પોતાની ઇન્દ્રિયોને સંતોષવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેનો ફરક નથી પડતો. જ્યારે કોઈ છોકરો કોઈ છોકરીને પ્રેમ કરે છે અથવા છોકરી કોઈ છોકરાને પ્રેમ કરે છે, ત્યારે તેમનો હેતુ હોય છે તેમની પોતાની ઇન્દ્રિય તૃપ્તિ. પરંતુ ગોપીઓ, તેમનો મત છે... માત્ર ગોપી જ નહીં; બધા ગોવાળિયા છોકરાઓ, માતા યશોદા, નંદ મહારાજ, વૃંદાવન પક્ષ. તો તે બધા કૃષ્ણને સંતુષ્ટ કરવા તૈયાર છે."
690409 - ભાષણ - ન્યુ યોર્ક‎