"આજે હું અમેરિકન કે ભારતીય છું, કાલે અથવા બીજો જન્મ, હું જાણતો નથી મારી સાથે શું થવાનું છે. પણ આ શરીર સારા માટે સમાપ્ત થઈ જશે. મને આ શરીર ક્યારેય નહીં મળે. મને બીજું શરીર મળશે. હોઈ શકે એક દેવતાનું શરીર અથવા એક વૃક્ષનું શરીર અથવા એક છોડનું શરીર અથવા પ્રાણીનું શરીર - મારે બીજું શરીર હશે જ. તો જીવ આ રીતે ભ્રમણ કરી રહ્યો છે, વાસાંસી જીર્ણાની (ભ.ગી. ૨.૨૨). જેમ કે આપણે એક વસ્ત્ર પછી બીજું વસ્ત્ર બદલીએ છીએ, તેવી જ રીતે આપણે માયાની અસર હેઠળ વિભિન્ન સ્થિતિઓ બદલીએ છીએ. માયા મને બળ આપે છે. પ્રકૃતે: ક્રિયમાણાની ગુણે: કર્માણી (ભ.ગી. ૩.૨૭). જેવુ હું કોઈ બીજી ઈચ્છા કરું છું, તરત જ મારા શરીરનું નિર્માણ થાય છે. તરત જ એક ચોક્કસ પ્રકારના શરીરનું નિર્માણ થવાનું શરૂ થઈ જાય છે, અને જેવુ હું પરિપક્વ બનું છું બદલવા માટે, મારૂ આગલું શરીર મને મારી ઈચ્છા પ્રમાણે મળે છે. તેથી આપણે હમેશા કૃષ્ણની ઈચ્છા કરવી જોઈએ."
|