"ઉન્નત કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિને એક આધ્યાત્મિક શરીર હોવાનું માનવામાં આવે છે. તે જ ઉદાહરણ, જેમ કે ઘણી વાર આપ્યું છે: જેમ કે લોખંડનો સળીયો. તમે અગ્નિમાં મુકો, તે ગરમ બનશે, વધુ ગરમ. જેટલો તે અગ્નિમાં રહેશે, તે ગરમ, વધુ ગરમ બનતો જશે. અને અંતમાં તે લાલચોળ બનશે, તો તે સમયે, જો તે લોખંડનો બીજી કોઈ વસ્તુ સાથે સ્પર્શ કરાવવામાં આવે, તે બાળી કાઢશે. તે લોખંડ તરીકે કામ નહીં કરે, તે અગ્નિ તરીકે કાર્ય કરશે. તેવી જ રીતે, આ કૃષ્ણ ભાવનામૃત, સતત જપ કરવાથી, તમે તમારા શરીરને આધ્યાત્મિક બનાવશો. તે સમયે, ગમે ત્યાં તમે જશો, ગમે ત્યાં તમે સ્પર્શ કરશો, તે આધ્યાત્મિક બની જશે. તેવી જ રીતે, લોખંડ... આધ્યાત્મિક બન્યા વગર, લાલચોળ બન્યા વગર, જો તમે સ્પર્શ કરશો, તે કાર્ય નહીં કરે. તો આપણે દરેક, જે લોકો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનમાં જોડાયા છે, ભવિષ્યમાં પ્રચાર કરવાની આશા રાખવામાં આવે છે અને ભવિષ્યમાં ગુરુ પણ બનજો. પણ સૌ પ્રથમ તમારે પોતાને આધ્યાત્મિક બનાવવા પડે; નહીતો તે વ્યર્થ છે."
|