"મેં તમને કહ્યું હતું કે હું આશા નથી રાખતો કે દરેક વ્યક્તિ કૃષ્ણ ભાવનાભાવિત હશે. તે શક્ય નથી. પરંતુ જો આકાશમાં એક ચંદ્ર હોય, તો તે અંધકારને નાબૂદ કરવા માટે પૂરતું છે. તમારે ઘણા બધા તારાઓની જરૂર નથી. એકશ ચંદ્રસ તમો હન્તિ ન ચ તારા સહશ્રશ: (હિતોપદેશ ૨૫). જો..., જો કોઈ એક માણસ પણ સંપૂર્ણ રીતે સમજી જાય કે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન શું છે, તો તે અન્ય લોકોને જબરદસ્ત લાભ આપી શકે છે. તો તમે બધા હોશિયાર છોકરાઓ અને છોકરીઓ છો. તમે આ કૃષ્ણ ભાવનામૃત તત્વજ્ઞાનને તમારા બધા કારણો અથવા દલીલોથી સમજવાનો પ્રયાસ કરો. પરંતુ તેને ગંભીરતાથી સમજવાનો પ્રયત્ન કરો."
|