"ઘણાં બધા યોગીઓ છે: કર્મયોગી, જ્ઞાનયોગી, ધ્યાનયોગી, હઠયોગી, ભક્તિયોગી. યોગ પદ્ધતિ એ બિલકુલ એક સીડી જેવું છે. જેમ કે ન્યુ યોર્કમાં, તે એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ, તે ૧૦૨-માળની ઈમારત, તો ત્યાં એક સીડી અથવા લિફ્ટ છે. તો યોગ પદ્ધતિ જીવનની પૂર્ણતા પર જવા માટેની એક લિફ્ટ છે. પણ અલગ અલગ માળ છે. જેમ કે કર્મયોગ. તમે જઈ શકો છો, તમે પ્રથમ અથવા બીજા માળ પર પ્રગતિ કરી શકો છો. તેવી જ રીતે, જ્ઞાનયોગથી, તમે પંદરમાં માળ સુધી પહોંચી શકો છો. અને તેવી જ રીતે, ધ્યાનયોગથી, તમે અઢારમાં માળ સુધી જઈ શકો છો. પણ ભક્તિયોગથી, તમે સર્વોચ્ચ સ્તર પર જઈ શકો છો. આ ભગવદ ગીતામાં પણ બહુ સુંદર રીતે સમજાવેલું છે, ભક્ત્યા મામ અભિજાનાતિ (ભ.ગી. ૧૮.૫૫). 'જો તમારે મને સો ટકા જાણવો હોય, તો આ ભક્તિ યોગ પર આવો.' અને આ ભક્તિયોગ મતલબ આ શ્રવણમ. સૌ પ્રથમ વસ્તુ છે શ્રવણમ અને કીર્તનમ. તમે ફક્ત જપ કરો અને સાંભળો, સરળ પદ્ધતિ."
|