"જ્યારે આપણી આંખો પર આ ભગવદ પ્રેમનું કાજલ આંજવામાં આવશે, પછી આ આંખોથી આપણે ભગવાનને જોઈ શકીશું. ભગવાન અદ્રશ્ય નથી. બસ જેમ કે એક માણસ કે જેને મોતિયો છે અથવા બીજો કોઈ આંખનો રોગ, તે જોઈ નથી શકતો. તેનો મતલબ તે નથી કે વસ્તુઓ અસ્તિત્વમાં છે નહીં. તે જોઈ નથી શકતો. ભગવાન છે જ, પણ કારણકે મારી આંખો ભગવાનને જોવા માટે યોગ્ય નથી, તેથી હું ભગવાનનો અસ્વીકાર કરૂ છું. ભગવાન બધે જ છે. તો આપણા જીવનની ભૌતિક અવસ્થામાં, આપણી આંખો જડ છે. ફક્ત આંખો જ નહીં, બધી જ ઇન્દ્રિયો. ખાસ કરીને આંખો. કારણકે આપણને આપણી આંખોનું ખૂબ જ અભિમાન હોય છે, અને આપણે કહીએ છીએ, 'શું તમે મને ભગવાન બતાવી શકો છો?' તમે જુઓ. પણ તે વિચારતો નથી કે શું તેની આંખો ભગવાનને જોવા માટે યોગ્ય છે કે નહીં. તે નાસ્તિકતા છે."
|