"તો તમારું કાર્ય એ છે કે કેવી રીતે સુખી થવું, કારણ કે સ્વભાવથી તમે સુખી છો. રોગની સ્થિતિ, તે સુખને રોકી લે છે. તો આ આપણી રોગગ્રસ્ત સ્થિતિ છે, આ ભૌતિક, બદ્ધ જીવન, આ શરીર. તો જેવી રીતે એક બુદ્ધિશાળી વ્યક્તિ પોતાને રોગમાંથી બહાર નીકળવા માટે એક ચિકિત્સકની સારવાર લે છે, તેવી જ રીતે, મનુષ્ય જીવન પોતાને એક નિષ્ણાત ચિકિત્સકની સારવાર હેઠળ મુકવા માટે છે જે તમારી ભૌતિક બિમારીનો ઇલાજ કરી શકે છે. તે તમારું કાર્ય છે. તસ્માદ ગુરુમ પ્રપદ્યેત જિજ્ઞાસુ શ્રેય ઉત્તમમ (શ્રી.ભા.૧૧.૩.૨૧). તે બધા વૈદિક સાહિત્યનું વિધાન છે. જેમ કે કૃષ્ણ, કૃષ્ણ અર્જુનને શિખવાડે છે. અર્જુન કૃષ્ણને શરણાગત થાય છે."
|