"જો તમે તમારી ચેતનાને કૃષ્ણમાં સંપૂર્ણપણે લીન કરો છો, જો તમે સમજો કે કૃષ્ણ શું છે, તમારો સંબંધ શું છે, તમારે તે સંબંધમાં કેવી રીતે કાર્ય કરવું પડશે, તમે જો ફક્ત આ જીવનમાં આ વિજ્ઞાન શીખો, તો તે ભગવાન, કૃષ્ણ, દ્વારા જ ભગવદ્ ગીતામાં ખાતરી આપવામાં આવે છે, ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ મામ એતિ કૌંતેય (ભ.ગી. ૪.૯). "આ શરીર છોડ્યા પછી, વ્યક્તિ ૮૪,૦૦,૦૦૦ યોનિઓમાંથી કોઈ એકને સ્વીકારવા માટે આ ભૌતિક જગતમાં પાછો આવતો નથી, પરંતુ તે સીધો મારી પાસે આવે છે." યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ ધામ પરમમ મમ (ભ.ગી. ૧૫.૬). "અને જો કોઈ વ્યક્તિ ત્યાં જઈ શકે, તો તે આ ભૌતિક શરીરને સ્વીકારવા માટે આ ભૌતિક જગતમાં ફરી પાછો નહીં આવે." અને ભૌતિક શરીર મતલબ હંમેશાં ત્રણ પ્રકારનાં દુ:ખો, ત્રિતાપ, હંમેશા હોય છે. અને ઓછામાં ઓછી ત્રણ પ્રકારની પીડાઓ ચાર દુઃખોમાં પ્રદર્શિત થાય છે; જે છે જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ."
|