"તો આ મહાભારત ઇતિહાસ વિશેષ કરીને આ વર્ગો માટે હતો: સ્ત્રી, શુદ્ર અને આ દ્વિજબંધુ વર્ગ, અથવા કહેવાતા બ્રાહ્મણો અને ક્ષત્રિયો. પણ છતાં જો તમે મહાભારત વાંચો તો તમે જોશો કે તે આ યુગના સૌથી મોટા મોટા વિદ્વાનો માટે પણ મુશ્કેલ છે. જેમ કે ભગવદ ગીતા. ભગવદ ગીતા મહાભારતનો ભાગ છે અને મૂળ રૂપે, તે અલ્પ-બુદ્ધિશાળી મનુષ્યોના વર્ગો માટે હતું. તો તમે જરા સમજવાનો પ્રયત્ન કરી શકો છો કે તે દિવસોમાં કેવા પ્રકારના મનુષ્યોનો વર્ગ હશે. વાસ્તવમાં તે તેવું જ છે. ભગવદ ગીતા એટલો સુંદર તત્વજ્ઞાનનો આધ્યાત્મિક ગ્રંથ છે, તે જ સમયે અર્જુનને યુદ્ધભૂમિ પર શીખવાડવામાં આવ્યો હતો. તો યુદ્ધભૂમિ પર વ્યક્તિ કેટલો સમય આપી શકે? અને તે વખતે તે યુદ્ધ કરવાનો હતો, તેણે વિચાર્યું, "ઓહ, શા માટે હું યુદ્ધ કરું?" તો કૃષ્ણ દ્વારા થોડી શિક્ષા આપવામાં આવી - તો તમે કલ્પના કરી શકો છો, અડધો કે વધુમાં વધુ એક કલાક વાર્તાલાપ થયો - અને તે સંપૂર્ણ ભગવદ ગીતા સમજી ગયો. તો અર્જુન કેવા પ્રકારનો મનુષ્ય હતો? તે જ ભગવદ ગીતા આ યુગના મોટા મોટા વિદ્વાનો પણ સમજી નથી શકતા. અને અર્જુન તે ફક્ત અડધો કલાકમાં જ સમજી ગયો."
|