"એતાદ્રશી તવ કૃપા ભગવન (ચૈ.ચ. અંત્ય ૨૦.૧૬), ચૈતન્ય મહાપ્રભુ શીખવાડે છે કે 'હે કૃષ્ણ, તમે એટલા દયાળુ છો કે તમે મારી પાસે શબ્દ ધ્વનિના રૂપમાં આવ્યા છો, શબ્દ, 'કૃષ્ણ'. હું બહુ સરળતાથી જપ કરી શકું છું, અને તમે મારી સાથે રહો છો. પણ હું એટલો દુર્ભાગ્યશાળી છું કે મને આના માટે પણ કોઈ આકર્ષણ નથી'. તમે લોકોને કહો છો, 'તમે કૃષ્ણનો જપ કરો; તમને બધુ જ મળશે'. તેઓ તેમાં વિશ્વાસ નહીં કરે. જો તમે કહો કે, 'તમે તમારું નાક દબાવો. તમે મને પચાસ ડોલર આપો. હું તમને કોઈક સરસ મંત્ર આપીશ અને આ, અને તે. તમે તમારું માથું આમ કરો, (હાસ્ય) પગ આમ કરો,' 'ઓહ,' તે કહેશે, 'અહી કશુંક છે'. તો, (મંદ હાસ્ય કરે છે) 'અને આ સ્વામીજી કહે છે, 'ફક્ત કૃષ્ણનો જપ કરો'. ઓહ, આ શું છે?' તેથી ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે, એતાદ્રશી તવ કૃપા ભગવન મમાપી દુર્દેવ (ચૈ.ચ. અંત્ય ૨૦.૧૬): "પણ હું એટલો દુર્ભાગ્યશાળી છું કે તમે આ યુગમાં એટલા સરળતાથી પ્રાપ્ય બન્યા છો, છતાં હું એટલો દુર્ભાગ્યશાળી છું, હું તે સ્વીકાર નહીં કરું'. તો કૃષ્ણ ભાવનામૃત સરળતાથી વિતરિત થઈ રહ્યું છે, પણ તે લોકો એટલા દુર્ભાગ્યશાળી છે, તેઓ સ્વીકાર નહીં કરી શકે. જરા જુઓ. અને જો તમે કોઈ બકવાસ કરો, તમે તેમને છેતરો - તેઓ કહેશે, 'આહ, હા, પધારો, હા'."
|