GU/690511c વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ કોલંબસ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
એલન ગીન્સબર્ગ: જો એલ.એસ.ડી. એ ભૌતિક આસક્તિ છે, જે તે છે, મને લાગે છે, તો શું ધ્વનિ, શબ્દ, ભૌતિક આસક્તિ નથી? પ્રભુપાદ: ના, શબ્દ આધ્યાત્મિક છે. મૂળરૂપે, જેમ બાઇબલમાં છે, 'સર્જન થવા દો', આ ધ્વનિ, આ આધ્યાત્મિક ધ્વનિ છે. સૃષ્ટિ. સૃષ્ટિ હતી નહીં. ધ્વનિએ સૃષ્ટિ ઉત્પન્ન કરી. તેથી, ધ્વનિ મૂળ રૂપે આધ્યાત્મિક છે, અને ધ્વનિ દ્વારા... ધ્વનિમાંથી આકાશ વિકસે છે; આકાશમાંથી, હવાનો વિકાસ થાય છે; હવાથી, અગ્નિનો વિકાસ થાય છે; અગ્નિમાંથી, પાણીનો વિકાસ; પાણીમાંથી, જમીનનો વિકાસ થાય છે. એલન ગીન્સબર્ગ: ધ્વનિ એ સર્જનનું પ્રથમ તત્વ છે? પ્રભુપાદ: હા, હા. એલન ગીન્સબર્ગ: પરંપરાગત રીતે પ્રથમ ધ્વનિ શું હતી? પ્રભુપાદ: વેદ કહે છે ૐ. હા. તો, ઓછામાં ઓછું, અમે તમારી બાઇબલમાંથી સમજી શકીએ કે, ભગવાન કહે છે, 'સર્જન થવા દો'. તો આ ધ્વનિ છે, અને સૃષ્ટિ થાય છે. ભગવાન અને તેમનો અવાજ અભિન્ન છે, સંપૂર્ણ છે. હું કહું છું 'શ્રીમાન ગીન્સબર્ગ', "આ ધ્વનિ અને હું, થોડા અલગ છીએ. પરંતુ ભગવાન તેમની શક્તિથી અલગ નથી. |
690511 - એલન ગીન્સબર્ગ સાથે વાર્તાલાપ - કોલંબસ |