"આ કૃષ્ણ ધ્વનિ અને કૃષ્ણ, અભિન્ન છે. તેથી જો આપણે આ ધ્વનિ કૃષ્ણનું કંપન કરીએ, તો હું તરત જ કૃષ્ણ સાથે સંપર્ક કરું છું, અને જો કૃષ્ણ પરમાત્મા છે, તો હું તરત જ આધ્યાત્મિક થઈ જાઉં છું. જેમ કે જો તમે વીજળીનો સ્પર્શ કરો છો, તરત જ તમે વીજળીકૃત થઈ જાઓ છો. અને જેટલું તમે વીજળીકૃત થાઓ છો, એટલા તમે કૃષ્ણ ભાવનાભાવિત થઈ જાઓ છો. કૃષ્ણ ભાવનાભાવિત. તો જ્યારે તમે સંપૂર્ણ રીતે કૃષ્ણ ભાવનાભાવિત થશો, પછી તમે કૃષ્ણ સ્તર પર છો. ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ મામ એતિ કૌંતેય (ભ.ગી. ૪.૯), પછી સંપૂર્ણ રીતે કૃષ્ણ ભાવનાભાવિત, ફરીથી આ ભૌતિક અસ્તિત્વમાં પાછું આવવાનું નહીં. તે કૃષ્ણ સાથે રહે છે."
|