"ક્યાં તો તમે ભૌતિક શક્તિ લો અથવા આધ્યાત્મિક શક્તિ અથવા તટસ્થ શક્તિ, બધી જ શક્તિ ભગવાનની અથવા કૃષ્ણની છે - પણ તે અલગ અલગ રીતે કામ કરી રહી છે. તો, જ્યાં સુધી હું તટસ્થ શક્તિ છું, જો હું ભૌતિક શક્તિના નિયંત્રણ હેઠળ છું, તે મારું દુર્ભાગ્ય છે. પણ જો હું આધ્યાત્મિક શક્તિ દ્વારા નિયંત્રિત થાઉં છું, તે મારું સદ્ભાગ્ય છે. તેથી ભગવદ ગીતામાં તે કહ્યું છે, મહાત્માનસ તુ મામ પાર્થ દૈવિમ પ્રકૃતિમ આશ્રિત: (ભ.ગી. ૯.૧૩). તેઓ આધ્યાત્મિક શક્તિની શરણ લે છે, તેઓ મહાત્મા છે. અને તેમનું લક્ષણ શું છે: ભજન્તિ અનન્ય મનસો, ફક્ત ભક્તિમય સેવામાં પ્રવૃત્ત. બસ તે જ."
|