"આપણે દરેક ધૂર્ત છીએ, જન્મજાત અજ્ઞાની. પણ આપણી પાસે અધિકૃત માહિતી પાસેથી ભગવાનની શિક્ષા ગ્રહણ કરવાની ક્ષમતા છે. તે આપણી પાસે છે. તો ભાગવત કહે છે, પરાભવસ તાવદ અબોધ જાત: (શ્રી.ભા. ૫.૫.૫). 'બધા જ જીવો જેઓ જન્મજાત અજ્ઞાની છે, જે પણ તે લોકો સમાજ, સંસ્કૃતિ, શિક્ષાના વિકાસ માટે જે કઈ પણ કરી રહ્યા છે, તે બધા જ કાર્યો તેની પરાજય છે જો તે પોતે કોણ છે તેના માટે પૃચ્છા ના કરે તો. પરાભવસ તાવદ અબોધ જાતો યાવન ન જિજ્ઞાસત આત્મ-તત્ત્વમ. આત્મ-તત્ત્વમ. જ્યાં સુધી વ્યક્તિ પૂછતો નથી કે, 'હું શું છું? ભગવાન શું છે? આ ભૌતિક પ્રકૃતિ શું છે? આ કાર્યો શું છે? આપણો સંબંધ શું છે?' - જો આ પૃચ્છાઓ હોતી નથી, તો આપણા બધા જ કાર્યો ફક્ત પરાજય છે. પરાભવસ તાવદ અબોધ જાતો યાવન ન જિજ્ઞાસત આત્મ-તત્ત્વમ. યાવન ન પ્રિતીર મયી વાસુદેવે: 'જ્યાં સુધી વ્યક્તિ તેનો સુષુપ્ત ભગવદ પ્રેમ વિકસિત નથી કરતો', ન મુચ્યતે દેહ યોગેન તાવત (શ્રી.ભા. ૫.૫.૬), 'ત્યાં સુધી તે આ વારંવારના જન્મ અને મૃત્યુના ચક્કર અને આત્માના સ્થાનાંતરથી બહાર નથી આવી શકતો'."
|