"તો વૈદિક સાહિત્ય, વેદનો અર્થ, જ્યારે તેને કહેવામાં આવ્યું છે અર્થદમ, "આ જીવનમાં તમે વસ્તુ પ્રાપ્ત કરી શકો છો," તે વસ્તુ મતલબ કૃષ્ણ ભાવનામૃત. અન્યથા, વસ્તુ તરીકે તેને લઈ શકાય છે કરોડપતિ અથવા લાખો ડોલર તરીકે, તે પણ અર્થ છે, પરંતુ અનિત્યમ. તે અનિત્યમ છે. તે વસ્તુ તમે લઈ નહીં જઈ શકો. તમે અહીં તમારી માતાના ગર્ભમાંથી ખાલી હાથે આવ્યા છો, અને જ્યારે તમે આ સ્થળ છોડશો, ત્યારે પણ તમે ખાલી હાથે જ જશો. એવું નહીં કે તમે લાખો ડોલર કમાવ્યા છે, શ્રીમાન રોકફેલર અથવા ફોર્ડ, તમે તેને લઈ જઈ શકશો. ના. રોકફેલર સેન્ટર ત્યાં જ રહેશે, જ્યાં તે છે. તમારે ખાલી હાથે જવું પડશે."
|