"મત્ત: સ્મૃતિર જ્ઞાનમ અપોહનમ ચ (ભ.ગી. ૧૫.૧૫). એક વ્યક્તિ ભૂલી જાય છે અને એક વ્યક્તિ યાદ રાખે છે. સ્મૃતિ અને વિસ્મૃતિ. તો શા માટે એક વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃતને યાદ રાખે છે અને એક વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃતને ભૂલી જાય છે? વાસ્તવમાં, મારી બંધારણીય સ્થિતિ છે, જેમ ચૈતન્ય મહાપ્રભુ કહ છે, કે જીવેર સ્વરૂપ હય નિત્ય કૃષ્ણ દાસ (ચૈ.ચ. મધ્ય ૨૦.૧૦૮-૧૦૯). વાસ્તવમાં, જીવની બંધારણીય સ્થિતિ છે કે તે ભગવાનનો શાશ્વત સેવક છે. તે તેનું પદ છે. તે ઉદેશ્ય માટે તે પોતે છે, પણ તે ભૂલી જાય છે. તો તે વિસ્મૃતિ પણ જન્માદી અસ્ય યત: છે (શ્રી.ભા. ૧.૧.૧), પરમ ભગવાન. શા માટે? કારણકે તે વ્યક્તિએ ભૂલવું હતું."
|